ચાલોને ચાલ્યા જઈએ ક્યાંક દૂર દૂર,
આકાશને ધરાથી પણ ક્યાંક દૂર દૂર.
અંતર જરા રહે ના, મારા તમારા વચ્ચે ,
બનાવી લઈએ માળો ,ત્યાં ક્યાંક દૂર દૂર.
ગામ કે સિતમની જ્વાલા જ્યાં પહોચતી નથી,
ઘૂઘવે છે સુખસાગર ક્યાંક એવો દૂર દૂર.
ક્યાં સુધી અંધકારના ઓળા ઉલેચીએ?
ઉજળી સવાર ઉગે છે ક્યાંક દૂર દૂર.
લાગ્યો છે થાક જિંદગીના રાહ પર ઘણો,
મળશે જરૂર થાકલો હવે ક્યાંક દૂર દૂર.
ધનસુખ ગોહેલ.
૨૩-૦૨-૨૦૧૧.
No comments:
Post a Comment