અમદાવાદ ૦૯-૦૨-૨૦૧૧. ૦૬.૧૨.મ.
કવિતા.
કોઈ તો બતાવો આ દુનિયાને મારગ ને,
કોઈ એની આંખ તો ઉઘાડો,
ઊંડા અંધકારમાં અટવાતી દુનિયાને,
હાથ ઝાલીને કોઈ કહાડો.
યુધની નોબત ક્યાય ના વાગે ને,
શાંતિના સૂર છોને ગહેકે,
સમરાંગણ હરિયાળા બાગોમાં ફેરવો ને,
વેર ઝેર કોઈ ભુલાવો.
એક અમીર ને બીજો ગરીબ કા
એક ઉંચો ને બીજો nicho,
એક ધરતી કેરા છોરુઓ વચ્ચેના,
અંતરને કોઈ તો ઘતાવો.
ચંદ્ર જીતાયો ને મંગલ જીતાશે,
ગુરુ ને શુક્ર નથી છેટા,
માણસના મન સુધી માનવ પહોંચે,
એવી પગદંડી કોઈ તો બતાડો.
ધનસુખ ગોહેલ.
૦૯-૦૨-૨૦૧૧.
No comments:
Post a Comment