Wednesday, February 23, 2011

KAVITA

ચાલોને ચાલ્યા જઈએ ક્યાંક દૂર દૂર,
આકાશને ધરાથી પણ ક્યાંક દૂર દૂર.
અંતર જરા રહે ના, મારા તમારા વચ્ચે ,
બનાવી લઈએ માળો ,ત્યાં ક્યાંક દૂર દૂર.
ગામ કે સિતમની જ્વાલા જ્યાં પહોચતી નથી,
ઘૂઘવે છે સુખસાગર ક્યાંક એવો  દૂર દૂર. 
ક્યાં સુધી અંધકારના ઓળા ઉલેચીએ?
ઉજળી સવાર ઉગે છે ક્યાંક દૂર દૂર.
લાગ્યો છે થાક જિંદગીના રાહ પર ઘણો,
મળશે જરૂર થાકલો હવે ક્યાંક દૂર દૂર.
ધનસુખ ગોહેલ.
૨૩-૦૨-૨૦૧૧. 

Wednesday, February 9, 2011

KAVITA

અમદાવાદ                                          ૦૯-૦૨-૨૦૧૧.                         ૦૬.૧૨.મ.
કવિતા.
કોઈ તો બતાવો આ દુનિયાને મારગ ને,
કોઈ એની આંખ તો ઉઘાડો,
ઊંડા અંધકારમાં અટવાતી દુનિયાને,
હાથ ઝાલીને કોઈ કહાડો.
યુધની નોબત ક્યાય ના વાગે ને,
શાંતિના સૂર છોને ગહેકે,
સમરાંગણ હરિયાળા બાગોમાં ફેરવો ને,
વેર ઝેર કોઈ ભુલાવો.
એક અમીર ને બીજો ગરીબ કા
એક ઉંચો ને બીજો nicho,
એક ધરતી કેરા છોરુઓ વચ્ચેના,
અંતરને કોઈ તો ઘતાવો.
ચંદ્ર  જીતાયો ને મંગલ જીતાશે,
ગુરુ ને શુક્ર નથી છેટા,
માણસના મન સુધી માનવ પહોંચે,
એવી પગદંડી કોઈ તો બતાડો.
ધનસુખ ગોહેલ.
૦૯-૦૨-૨૦૧૧.