હૃદયની વેદનાની વાત લઈને આવ્યો છું,
જમાનાએ દીધેલી સોગાત લઈને આવ્યો છું.
તમે હર રાત પાછળ જોઈ હશે ઉગતી સવારને,
જેની નથી સવાર એવી રાત લઈને આવ્યો છું.
નજીવા ઘાવ ને આઘાત જોયા હશે તમે,
જરા સંભાળજો દિલને,વજ્રાઘાત લઈને આવ્યો છું.
લો કરી લો સિતમ હજુય બાકી હોય તો,
અર્પણ ખુદ કરવા મારી જાત લઈને આવ્યો છું.
ધનસુખ ગોહેલ,૦૭-૦૩-૨૦૧૧.