કોયલ ટહુકે જયારે તરુવરની ડાળીએ ને,
સંભાળું છું ઝરણાનો નાદ,
હૈયું ત્યારે નથી હાથમાં રહેતું ને,
આવે વાલમ તારી યાદ.
ડુંગરની ગાળીઓમાં ગહેકે છે મોરલા ને,
dheladio પાડે છે સાદ,
રોમ રોમ ત્યારે મારું ભડકે બળે ને,
આવે વાલમ તારી યાદ.
આંબે મહેકે મીઠી મંજરીનો મહોર ને,
ઉગે છે આભ મહી ચાંદ ,
ચાંદનીનો તાપ મારા અંગડા દઝાડે ને,
આવે વાલમ તારી યાદ.
dhansukh gohel.02-03-2011.